GalleryEvents ‘માતા, બાળ મરણ રોકવા મહારાષ્ટ્ર સરકાર પ્રતિબદ્ધ’… November 19, 2017 મહારાષ્ટ્રનાં મહિલાઓ અને બાળ વિકાસ ખાતાનાં પ્રધાન પંકજા મુંડેએ સ્ત્રીરોગ તથા પ્રસુતિશાસ્ત્રના નિષ્ણાતોનાં એસોસિએશન દ્વારા ૧૮ નવેમ્બર, શનિવારે મુંબઈના પરેલ વિસ્તારમાં આયોજિત ‘ફેમ-૨૦૧૭’ કાર્યક્રમમાં આરોગ્યવિષયક લોગો ‘માન્યતા’ તથા પ્રસતિકાળ દરમિયાન માતાનાં આરોગ્યની લેવી જરૂરી કાળજી વિષયક માહિતી દર્શાવતી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે પંકજા મુંડેએ કહ્યું હતું કે માતા, બાળ મૃત્યુનું વધતું જતું પ્રમાણ રોકવા માટે મહારાષ્ટ્રમાં કુપોષણ-મુક્તિ માટે રાજ્ય સરકાર વ્યાપક પ્રયત્ન કરી રહી છે. આ કાર્યક્રમમાં બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પૂનમ ધિલોને પણ હાજરી આપી હતી.