વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના એક એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સાબરમતી ખાતે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ તેના બે આઇકોનિક ટાવર સાથે આર્કિટેક્ચરલ અજાયબી તરીકે તૈયાર થયું છે.
સાબરમતી મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ હબનું નિર્માણ બે પ્રતિષ્ઠિત ટાવર્સને જોડીને એક ઉત્કૃષ્ટિ વાસ્તુશિલ્પ તરીકે કરવામાં આવ્યું છે, જેમાં 3.6 હેક્ટરનો કુલ પ્લોટ એરિયા અને 5.79,,980 સ્કેવર ફૂટનો સુપર બિલ્ટ અપ એરિયા સામેલ છે.
1300 વાહનો પાર્ક કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી 4,36,638 સ્કવેર ફૂટમાં ફેલાયેલી અત્યાધુનિક પાર્કિંગ સુવિધાની સાથે એ હબ દક્ષતાની સાથે સુંદરતાને જોડે છે.
આ સ્ટેશને 60,687 સ્કવેર ફૂટનો એક મનોરમ વિસ્તાર સુંદર છે, જેમાં સ્ટેપ ગાર્ડનમાં વ્યવસ્થિત સ્વદેશી છોડોની એક શૃંખલા સામેલ છે. વાસ્તુશિલ્પની સુંદરતાની સાથે આ મલ્ટિમોડલ હબમાં 13 લિફ્ટ, આઠ એસ્કેલેટર, CCTV, ફાયર બ્રિગ્રેડની સુવિધા અને સંકુલના મેનેજમેન્ટની સાથે કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપે છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 508 કિલોમીટર લાંબો ટ્રેકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ ટ્રેન ટનલ અને દરિયાની નીચેથી પસાર થશે. આ પ્રોજેક્ટ પાછળ કુલ 1.08 લાખ કરોડ રુપિયાનો ખર્ચ થવાની શક્યતા છે.
Terminal for India’s first bullet train!
📍Sabarmati multimodal transport hub, Ahmedabad pic.twitter.com/HGeoBETz9x
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) December 7, 2023
આ ખર્ચના 81 ટકા જાપાન સોફ્ટ લોન દ્વારા 0.1 ટકા પ્રતિ વર્ષના દરથી મળશે અને તેમાં 15 વર્ષનો ગ્રેસ પિરિયડ સહિત 50 વર્ષના પુન:ચુકવણી સમયગાળાનો નક્કી કરાયા હોવાની માહિતી મળી છે
એ સ્થિરતાને અપનાવતાં આ હબ બિલ્ડિંગની છતની સોલર પેનલોને એકીકૃત કરે છે, જે પર્યાવરણને સાનુકૂળ નિર્માણ પ્રતિ પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. રિફ્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) પ્રક્રિયાના અંતિમ તબક્કામાં આ બિલ્ડિંગને 35 વર્ષોના સમયગાળા માટે ભાડેપટ્ટે આપવાની યોજના છે, જેને આગામી 35 વર્ષો સુધી વધારી શકાય છે. સુવિધાજનક લોકેશન અને પ્રભાવશાળી વિશેષતાઓ સાબરમતી મલ્ટિ મોડલ ટ્રાન્ઝિટ હબને અમદાવાદના કેન્દ્રમાં એક પ્રીમિયમ અને દૂરદર્શી જગ્યાની તપાસ કરતા સંભવિત ભાડે લેતા લોકો માટે એક આકર્ષક તક છે, એમ NHRCLના પ્રવક્તાએ જણાવ્યું હતું.