દિલ્હીની AIIMS હોસ્પિટલમાં ભીષણ આગ કાબૂમાં આવી…

0
317
નવી દિલ્હીની પ્રતિષ્ઠિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) સંસ્થા-હોસ્પિટલમાં 17 ઓગસ્ટ, શનિવારે લાગેલી આગને સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી છે. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ કેટલાક તબીબી નમૂના તથા તબીબી અહેવાલો નાશ પામ્યા છે. કેન્દ્રના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ ખાતાના પ્રધાન ડો. હર્ષવર્ધને સ્પેશિયલ ફાયર ઓડિટનો આદેશ આપ્યો છે.