રોડશોઃ મમતા બેનરજી સાથે જયા બચ્ચન જોડાયાં…

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચારના ભાગરૂપે શાસક તૃણમુલ કોંગ્રેસે કોલકાતામાં 15 એપ્રિલ, ગુરુવારે યોજેલા રોડશોમાં પક્ષનાં પ્રમુખ અને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીના સમર્થનમાં સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય અને પીઢ બોલીવૂડ અભિનેત્રી જયા બચ્ચન પણ સામેલ થયાં હતાં. પગમાં થયેલી ઈજાને કારણે બેનરજી વ્હીલચેરમાં બેઠાં હતાં.

બંગાળમાં આઠ તબક્કામાં મતદાન થશે. ચાર તબક્કા પૂરા થઈ ગયા છે. 17 એપ્રિલે પાંચમા તબક્કાનું મતદાન છે. ત્યારબાદ 22, 26 અને 29 એપ્રિલે મતદાન થશે. મતગણતરી અને પરિણામ માટે 2 મે તારીખ નક્કી કરાઈ છે.

રાજ્યમાં મમતા બેનરજીનાં વડપણ હેઠળ તૃણમુલ કોંગ્રેસ પાર્ટી બે મુદતથી સત્તા પર છે. આ વખતે ભાજપે એને મોટો પડકાર આપ્યો છે

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]