પીએમ મોદીએ કરી રો-રો ફેરીમાં સફર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨ ઓક્ટોબર, રવિવારે ભાવનગર જિલ્લાના ઘોઘા નગર ખાતે બંગાળના અખાતમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કર્યા બાદ રો-રો ટર્મિનલ જેટ્ટી ખાતેથી રવાના કરવામાં આવેલી ફેરીમાં બેસીને ભરૂચ જિલ્લાના દહેજ ખાતે ગયા હતા. બોટમાં એમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગુજરાત ભાજપ પ્રમુખ જિતુ વાઘાણી પણ હતા. બોટમાં એમની સમક્ષ રો-રો ફેરી સેવાને લગતું એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સફરના ઉદઘાટન પ્રસંગે ઘોઘાના દરિયામાં પૂજા પણ કરી હતી. આ સફરમાં પીએમ મોદી એમની સાથે ખાસ મહેમાનો તરીકે ભાવનગરના કેટલાક દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ લઈ ગયા હતા જેમને એ જ બોટ દ્વારા પાછા ભાવનગર લાવવામાં આવ્યા હતા. ઘોઘાથી દહેજ સુધીની સફર લગભગ એક કલાકની છે. જાહેર જનતા માટે આ સેવા ૨૪ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવનાર છે. બીજા તબક્કામાં ફેરીમાં ટ્રક અને કાર સહિત મોટા વાહનોને પણ લઈ જવામાં આવશે.

રીમોટ કન્ટ્રોલની સ્વિચ દબાવીને રો-રો ફેરી સેવાનું ઉદઘાટન