ગાંધીનગરઃ રાહુલ ગાંધીએ આજે ગુજરાતની મુલાકાત લીધી હતી. ગાંધી નગરમાં યોજાયેલી રાહુલ ગાંધીની જંગી સભા દરમિયાન રાહુલ ગાંધીએ અલ્પેશ ઠાકોરને કોંગ્રેસનો ખેસ પહેરાવી કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું. આ સીવાય રાહુલ ગાંધી મહિલાઓ સાથે રાસ પણ રમ્યા હતા અને નાની બાળકીઓના હાથે મરચુ, ડુંગળી અને રોટલો ખાધો હતો.