GalleryEvents રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની 42મી AGM… August 12, 2019 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) કંપનીએ 12 ઓગસ્ટ, સોમવારે મુંબઈમાં બિરલા માતુશ્રી સભાગૃહ ખાતે તેની 42મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કર્યું હતું. જેમાં શેરહોલ્ડરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ સભાને સંબોધિત કરી હતી અને કેટલીક મહત્ત્વની જાહેરાત કરી હતી, જેમ કે કંપની આવતી પાંચ સપ્ટેંબરથી તેની બહુપ્રતિક્ષિત જિયો ફાઈબર સેવા આખા દેશમાં શરૂ કરશે. 1 GBPSની સ્પીડ સાથે ગ્રાહકોને ઈન્ટરનેટ સુવિધા આપવામાં આવશે. જિયો ફાઈબર સેવા દ્વારા દેશભરમાં 1600 શહેરોમાં બે કરોડ ઘરો અને દોઢ કરોડ કમર્શિયલ પ્રતિષ્ઠાનોને આવરી લેવાનો કંપનીનો પ્લાન છે. 4K સેટ ટોપ બોક્સ તેમજ 4K રિઝોલ્યૂશનવાળું ટીવી મફતમાં આપવામાં આવશે. એ માટેનાં માસિક ચાર્જિસ રૂ. 700થી લઈને રૂ. 10 હજાર સુધીના રહેશે.RILના ચેરમેન-MD મુકેશ અંબાણી એમના પત્ની નીતા અને માતા કોકિલાબેન અંબાણી સાથેમુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ એમના પત્ની શ્લોકા સાથેમુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીમુકેશ અંબાણીનાં પુત્રી ઈશા અંબાણી-પિરામલ પણ એજીએમમાં હાજર રહ્યાં હતાંમાઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા વિડિયો કોન્ફરન્સિંગ મારફત હાજર થયા હતા અને એમણે એક નિવેદન વાંચી સંભળાવ્યું