કાયદોવ્યવસ્થા નિયંત્રિત રાખવા તપાસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. જાણીતા પક્ષો અને અપક્ષ ઉમેદવારોના ફોર્મ પણ ભરાઇ ગયા છે. ત્યારે 2017ની ઐતિહાસીક ચૂંટણીની દેખરેખ માટે સરકારના તમામ તંત્રો કામે લાગી ગયા છે. ચૂંટણી અધિકારીઓની ટૂકડીઓ નિરીક્ષણ માટે દરેક વિધાનસભા મત વિસ્તારમાં ચાંપતી નજર રાખી રહી છે, સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં રહે એ માટે પોલીસ તંત્ર પણ સજાગ થઇ ગયું છે. ઠેર ઠેર પોલીસ સ્ટેશનોની હદ તેમજ વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી અધિકારીઓના સ્વોર્ડ પ્રજાની ગતિવિધીઓની દેખરેખ કરી રહ્યા છે.

(તસવીર- પ્રજ્ઞેશ વ્યાસ)