‘INS વિક્રમાદિત્ય’ પર પત્રકાર પરિષદ…

આવતી ચોથી ડિસેમ્બરના ‘નેવી ડે’ની ઉજવણી નિમિત્તે 1 ડિસેમ્બર, શુક્રવારે મુંબઈમાં ભારતીય નૌકાદળના વિમાનવાહક જહાજ ‘INS વિક્રમાદિત્ય’ના તૂતક પર પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં વાઈસ-એડમિરલ ગિરીશ લુથરા (ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વેસ્ટર્ન નેવલ કમાન્ડ)એ મિડિયાકર્મીઓને સંબોધન કર્યું હતું. એ પ્રસંગે વેસ્ટર્ન કમાન્ડના વરિષ્ઠ નેવી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતે મેળવેલા વિજયની યાદમાં નૌકાદળ દર વર્ષે ચોથી ડિસેમ્બરનો દિવસ ‘નેવી ડે’ તરીકે ઉજવે છે. (તસવીરોઃ દીપક ધુરી)