દેશની પહેલી ઓક્સિજન એક્સપ્રેસ…

કોરોનાવાઈરસની બીજી લહેરે મહારાષ્ટ્રમાં સૌથી વધારે ખળભળાટ મચાવ્યો છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સારવાર માટે જરૂરી ઓક્સિજનની અછત ઊભી થઈ છે. રાજ્યમાં ઓક્સિજન પુરવઠો સપ્લાય કરવા માટે કેન્દ્ર સરકારે દેશમાં પહેલી જ વાર ઓક્સિજન એક્સપ્રેસ દોડાવી છે.

આ ટ્રેન નવી મુંબઈના કલંબોલી ગૂડ્સ યાર્ડ ખાતેથી 19 એપ્રિલના સોમવારે રવાના થઈ છે. સાત ખાલી રોડ ટેન્કરવાળી આ ટ્રેન વિશાખાપટનમ જશે, ત્યાં વિઝાગ સ્ટીલ પ્લાન્ટમાંથી ટેન્કરોમાં પ્રવાહી મેડિકલ ઓક્સિજન ભરવામાં આવશે.

રોડ ટેન્કરોને કલંબોલી તેમજ વિશાખાપટનમ, ભિલાઈ ખાતે બાંધવામાં આવેલા રેમ્પ પરથી ફ્લેટ વેગન્સ પર ચડાવવામાં છે.

પ્રવાહી મેડિકલ ઓક્સિજન ભરેલી ટેન્કરો સાથે ઓક્સિજન એક્સપ્રેસને મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય સ્થળોએ પહોંચાડવામાં આવશે જ્યાંથી પ્રવાહી ઓક્સિજનને સિલિન્ડરોમાં ટ્રાન્સફર કરીને હોસ્પિટલો અને કોવિડ-સેન્ટરો ખાતે મોકલવામાં આવશે.

આ ટ્રેનને ગ્રીન કોરીડોર આપવામાં આવશે. મતલબ કે એને વળતી સફરમાં કોઈ પણ અવરોધ ન આવે એની વિશેષ તકેદારી રખાશે.

મહારાષ્ટ્ર સરકારે 10 ટેન્કર ભરી આપવાની માગણી મૂકી છે. ટેન્કર મહારાષ્ટ્ર સરકારે પૂરી પાડી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]