GalleryEvents ભારતીય નૌકાદળે ઉજવી ‘ગોવા મુક્તિ દિવસ’ની હીરક જયંતી December 20, 2021 પોર્ટુગીઝ શાસનમાંથી ગોવાની આઝાદીના 60મા વાર્ષિક દિન ‘ગોવા મુક્તિ દિવસ’ની 19 ડિસેમ્બર, રવિવારે ગોવાના પાટનગર પણજીમાં ઉજવણી કરવામાં આવી હતી. આ ડાયમંડ જ્યુબિલી ઉજવણી સમારોહમાં ભારતીય નૌકાદળ પણ સામેલ થયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોના સ્મારક આઝાદ મેદાન ખાતે પુષ્પચક્ર અર્પણ કર્યું હતું. મિરામાર બીચ પર આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ ભારતીય નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને નાગરિક એજન્સીઓની નૌકાઓ દ્વારા સમુદ્રમાં પરેડ નિહાળી હતી અને નૌકાદળના વિમાન દ્વારા ફ્લાયપાસ્ટ પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ ડાયમંડ જ્યુબિલી કાર્યક્રમોનું સંકલન ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ વેસ્ટર્ન નેવલ કમાન્ડ ભારતીય નૌકાદળના વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહ અને ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગોવા એરિયા રીયર એડમિરલ ફિલીપોઝ જી. પાઈનુમૂટીલે કર્યું હતું. (તસવીર સૌજન્યઃ પીઆઈબી – ડીફેન્સ વિંગ, ભારત સરકાર)