અમદાવાદઃ પરંપરા એકેડમી ઓફ પરફોર્મીંગ આર્ટસ દ્વારા આયોજીત નૃત્યપરંપરા અને સંસ્કૃતિક મહોત્સવ ૨૦૧૮માં આપણી સમૃધ્ધ સંસ્કૃતિના હિસ્સારૂપ ભારતના શાસ્ત્રીય નૃત્યનાં ભિન્ન સ્વરૂપો રજૂ કરાયા હતા. શહેરના સંગીત અને નૃત્યના ચાહકો આ કાર્યક્રમ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ભરતનાટ્યમ, કુચીપૂડી, માર્શલ આર્ટસ અને ભારતીય સમકાલીન નૃત્યના પરફોર્મન્સથી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. આ ઉપરાંત ભાવવાહી બાંસુરીવાદનની સાથે તબલા અને પખવાજની સંગતથી અહીં એકત્ર થયેલા રસિકો ખૂબ જ રોમાંચિત થઈ ગયા હતા.