જાપાનમાં ટ્રેન સફર કરતા પીએમ મોદી…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબર, રવિવારે જાપાનમાં ‘કાઈજી એક્સપ્રેસ’ ટ્રેનમાં સફર કરીને પાટનગર ટોકિયો પહોંચ્યા હતા. ટ્રેનમાં એમની સાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબે પણ હતા. વડા પ્રધાન મોદી 13મી ભારત-જાપાન વાર્ષિક દ્વિપક્ષીય શિખર મંત્રણા માટે જાપાન ગયા છે.

ટોકિયો જતા પહેલાં બંને વડા પ્રધાને યામાનાશી શહેરમાં વ્યક્તિગત રીતે વાતચીત કરી હતી. જાપાની વડા પ્રધાન શિન્ઝો એબેએ કહ્યું કે મારા અત્યંત વિશ્વાસુ મિત્રોમાંના એક પીએમ મોદી છે.

બંને વડા પ્રધાન યામાનાશી શહેરના FANUC કોર્પોરેશન કંપનીના પ્લાન્ટની મુલાકાતે આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]