મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગઃ જાનહાનિ નથી…

મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં 30 ઓક્ટોબર, મંગળવારે ‘નરગીસ દત્ત નગર’ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગમાં અનેક ઝૂંપડા, ઘરનો નાશ થયો છે. અગ્નિશામક દળે આગને ‘લેવલ-3’ જાહેર કરી હતી. આગની ઘટનામાં સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાનું મનાય છે. આગ બુઝાવવા માટે અગ્નિશામક દળના જવાનો 12 ફાયર એન્જિન્સ, 10 વોટર ટેન્કર્સ સાથે પહોંચી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]