GalleryEvents ભારતીય સૈન્યને મળી હોવિત્ઝર, વજ્ર તોપ… November 9, 2018 M777 અમેરિકન અલ્ટ્રાલાઈટ હોવિત્ઝર તોપ અને K-9 તોપ તેમજ કોમન ગન ટાવરનું 9 નવેમ્બર, શુક્રવારે મહારાષ્ટ્રના નાશિક જિલ્લાસ્થિત દેવલાલી આર્ટિલરી સેન્ટર (દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ) ખાતે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સીતારામને આ બંને તોપ રાષ્ટ્રને સમર્પિત કરીને ભારતીય સેનાને સુપરત કરી છે. આ બંને તોપ હવે લશ્કરમાં સામેલ કરવામાં આવી છે. આ પ્રસંગે લશ્કરી વડા જનરલ બિપીન રાવત તથા અન્ય ટોચના લશ્કરી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વજ્ર તોપ નામકરણ કરાયું એ પહેલાં તે K-9 Thunder નામે ઓળખાતી હતી. દક્ષિણ કોરિયન ટેક્નોલોજીથી નિર્મિત આ 47 ટન વજનની તોપ 30થી 38 કિ.મી. દૂરના ટાર્ગેટનો સફાયો કરવાની ક્ષમતા ધરાવે છે. આ બંને તોપ ભારતીય સેનામાં સામેલ થવાથી દેશની પશ્ચિમી સરહદો પર ભારતની લશ્કરી શસ્ત્રતાકાત વધી જશે. https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2018/11/t1.mp4 https://chitralekha.com/chitralemag/wp-content/uploads/2018/11/t2.mp4