સીબીઆઈના અધિકારીઓ માટે ધ્યાનશિબિર…

જાણીતા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરની આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન સંસ્થાના ઉપક્રમે ભારતની કેન્દ્રીય તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના અધિકારીઓ માટે 10 નવેમ્બર, શનિવારે નવી દિલ્હીમાં સીબીઆઈના મુખ્યાલયમાં ધ્યાનશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સીબીઆઈના ડાયરેક્ટર (ઈનચાર્જ) એમ. નાગેશ્વર રાવ સહિત 150 અધિકારીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપ ત્રણ-દિવસ સુધી ચાલશે. જુદા જુદા હાઈપ્રોફાઈલ કેસોની તપાસ કરતા સીબીઆઈના અધિકારીઓને મનમાં રહેલી નકારાત્મક્તા દૂર કરવા, સકારાત્મક્તા વધારવામાં મદદરૂપ થવા માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ સંસ્થામાં હાલ ટોચના સ્તરે ભારે ઘર્ષણ ચાલે છે. લાંચના આરોપને પગલે તેના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને હાલ રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.

સીબીઆઈના ડાયરેક્ટર (ઈનચાર્જ) એમ. નાગેશ્વર રાવ તથા અન્ય અધિકારીઓ