ભારત-અમેરિકા વચ્ચે 2+2 મંત્રણા…

ભારતની યાત્રા પર આવેલા અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ અને વિદેશ પ્રધાન માઈક પોમ્પીઓએ 6 સપ્ટેંબર, ગુરુવારે નવી દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સાથે 2+2 મંત્રણા કરી હતી. સીતારામન અને મેટિસે બંને દેશ વચ્ચે કરવામાં આવેલા સંરક્ષણ કરારને લગતી ફાઈલ્સની આપ-લે કરી હતી. ચારેય નેતાઓએ બાદમાં સંયુક્ત રીતે પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.