GalleryEvents લાલ કિલ્લા ખાતે તડામાર તૈયારી… August 4, 2018 દર વર્ષની જેમ આવતી 15 ઓગસ્ટે પણ ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે કરવામાં આવશે. એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરશે. એ પ્રસંગ માટે લાલ કિલ્લા અને પરિસરને સજ્જ બનાવવા માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. લાલ કિલ્લાને સુરક્ષિત બનાવવા માટે સત્તાવાળાઓ કોઈ કચાશ રહેવા દેવા માગતા નથી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ઓર્ડર મુજબ, આવતી 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂરી ન થાય ત્યાં સુધી લાલ કિલ્લા ખાતે જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. લાલ કિલ્લો એક અઠવાડિયા માટે પબ્લિક માટે બંધ રખાશે. ભારત દર વર્ષે લાલ કિલ્લા ખાતે આઝાદી દિવસની ઉજવણી કરે છે. આ કિલ્લો ઈ.સ. પૂર્વે 1639-1648માં બાંધવામાં આવ્યો હતો.