અમિતાભના સ્વાસ્થ્ય માટે મુંબઈમાં હવન, મહામૃત્યુંજય જાપ…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના વાઈરસ મહાબીમારીમાં પટકાયા છે. એમની સાથે એમના પુત્ર અભિષેક, પુત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાનો કોરોના વાઈરસ રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. એકમાત્ર જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બચ્ચન જલદી સાજા થઈ જાય એ માટે મુંબઈના કાંદિવલી ઉપનગરના મિથિલા હનુમાન મંદિરમાં 12 જુલાઈ, રવિવારે સવારે હોમ હવન કરવામાં આવ્યા હતા અને મહામૃત્યુંજયના જાપ કરવામાં આવ્યા હતા.