GalleryEvents મુસળધાર વરસાદથી આખું ચેન્નાઈ જળબંબાકાર… November 11, 2022 બંગાળના અખાત પરના આકાશમાં સર્જાયેલા હવાના નીચા દબાણને કારણે 11 નવેમ્બર, શુક્રવારે આખા ચેન્નાઈ શહેર તથા તામિલનાડુ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. ચેન્નાઈમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જનજીવન ઠપ થઈ ગયું હતું. ચેન્નાઈ ઉપરાંત 23 જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. ચેન્નાઈની પડોશના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. એકધારો વરસાદ ગુરુવાર રાતથી જ શરૂ થઈ ગયો હતો અને શુક્રવારે સવારે એનું જોર ખૂબ વધી ગયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે ચેન્નાઈ સહિત તામિલનાડુના અમુક ભાગો તથા પુડુચેરીમાં 13 નવેમ્બર સુધી વરસાદ પડશે. અમુક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.