જામનગરમાં હવાઈ દળના જવાનોનો દિલધડક એરશો

દેશના ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી નિમિત્તે ભારતીય હવાઈ દળના સૂર્યકિરણ વિમાનોની એરોબેટિક ટીમના જવાનોએ ગુજરાતના જામનગર શહેરમાં હવાઈ દળના મથક ખાતે ગત્ 11 અને 12 નવેમ્બરે આયોજિત એરશો વખતે વિમાનો સાથે આકાશમાં રોમાંચક પ્રદર્શન કર્યું હતું. 8 ફાઈટર જેટ વિમાનોએ ખૂબ નજીકથી ઉડ્ડયન કર્યું હતું જે જોઈને ત્યાં હાજર મહેમાનો તથા સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એરોબેટિક ટીમના જવાનોએ અવાજ કરતાં પણ વધારે ઝડપથી વિમાન ઉડાડ્યા હતા અને આકાશમાં એક-એકથી ચડિયાતા ફોર્મેશન્સ બનાવીને લોકોને દિગ્મૂઢ કરી દીધાં હતાં. એરશો વખતે ભારતીય હવાઈ દળના અધિકારીઓ, એમનાં પરિવારજનોએ પણ હાજરી આપી હતી. (તસવીર સૌજન્યઃ પીઆઈબી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]