શ્રીલંકામાં મેઘ તાંડવ

ઝીંહુઆઃ આ દ્રશ્યો શ્રીલંકાના છે. અહીંયા ભારે પવન સાથે વરસાદ પડતા સ્થિતી ગંભીર બની છે. ભારે વાવાઝોડા સાથે અહીંયા વરસાદ ત્રાટકતા 6 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને 23 જેટલા લોકો ઘાયલ થયા છે. અચાનક મોત બનીને આવેલી આ મહામારીના કારણે શ્રીલંકાની હાલત ખરાબ થઈ ગઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે.