મુંબઈ પાણી-પાણી… સ્કૂલ-કોલેજો બંધ રહી…

મુંબઈ શહેર તેમજ પડોશના નવી મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લાઓમાં 9 જુલાઈ, સોમવારે આખો દિવસ ભારે વરસાદ સતત વરસતો રહેતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોને હાડમારી ભોગવવી પડી હતી. વાહનો ધીમી ગતિએ આગળ વધતા હોવાને કારણે ટ્રાફિક જામની સમસ્યા નડી હતી. રાજ્યના શિક્ષણ પ્રધાને શાળા અને કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરી હતી.