હાર્દિકની મહારેલીએ પશ્વિમ અમદાવાદ ઘમરોળ્યું

અમદાવાદ– પટેલ અનામતની માગણી સાથે શરુ થયેલું આંદોલન હવે રાજકીય રંગ લેતું જાય છે. હાર્દિક પટેલ ગુજરાતની વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પટેલોને મતદાન કરવા પ્રેરી રહ્યો છે. હાર્દિક પટેલની સભાઓ અને રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે. પ્રસ્તુત તસવીરો અમદાવાદમાં નીકળેલી હાર્દિક પટેલ અને એના સમર્થકોની રેલીની છે. શહેરના ઘુમા વિસ્તારમાંથી નીકળેલી વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયાં હતાં. એકતરફ પીએમ મોદી અને રાહુલ ગાંધીના રોડ શૉને મંજૂરી નથી મળી ત્યાં લિમિટેડ સંખ્યામાં બાઇક રેલી યોજવાની મંજૂરી લેનાર હાર્દિક પટેલે મોકાનો ફાયદો ઉઠાવી મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી દીધી હતી.
બોપલ, થલતેજ, ઘાટલોડિયા, સોલા, રાણીપ જેવા પશ્વિમ અમદાવાદના વિસ્તારોમાં હાર્દિક પટેલ અને સમર્થકોની રેલીએ અવશ્ય બંન્ને પક્ષોનું ટેન્શન વધારી દીધું છે. અનામતની માગ, જાતિવાદ, રાષ્ટ્રવાદ વચ્ચે કોણ જીતશે એ સમય જ બતાવશે…

પ્રજ્ઞેશ વ્યાસ