GalleryEvents સિક્કીમના પાકયોંગ એરપોર્ટની તસવીરી ઝલક… September 23, 2018 આ છે, સિક્કીમ રાજ્યના પાકયોંગ એરપોર્ટની તસવીરી ઝલક. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 સપ્ટેંબર, સોમવારે આ એરપોર્ટનું ઉદઘાટન કરવાના છે. પોતાનું એરપોર્ટ હોય એવું સિક્કીમવાસીઓનું સપનું આખરે 9 વર્ષે સાકાર થશે. આ એરપોર્ટ શરૂ થવાથી સિક્કીમ રાજ્ય દેશના અન્ય ભાગો સાથે આસાનીથી જોડાઈ શકશે. રાજ્યના લોકોને ફાયદો થશે. આ એરપોર્ટ રાજ્યના પાટનગર ગેંગટોકથી 33 કિલોમીટર દૂર આવેલું છે. એરપોર્ટ દરિયાઈ સપાટીથી 4,500 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. પાકયોંગ ગામથી બે કિલોમીટર ઊંચાઈ પર પહાડની ટોચ પર આ એરપોર્ટ બાંધવામાં આવ્યું છે. તેનું ભૂમિપૂજન 2009માં કરવામાં આવ્યું હતું. એરપોર્ટ રૂ. 605 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું છે. ભારત-ચીન સરહદ આ એરપોર્ટથી આશરે 60 કિ.મી. દૂર આવેલી છે.