ભાવભેર ભક્તોએ આપવા માંડી વિદાય

અમદાવાદઃ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં અને શેરી-મહોલ્લા-સોસાયટીઓમાં ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે. થોડા વર્ષો પહેલાં ગણેશોત્સવની જે રીતે ઉજવણી થતી એના કરતાં અનેક ઘણો વધારે ઉત્સવનો ઉત્સાહ જોવા મળે છે. કેટલીક જગ્યાએ લોકો નક્કી કરેલા દિવસોમાં ગણેશોત્સવની ઉજવણી કરી વિસર્જન પણ કરી રહ્યા છે. શહેરના માર્ગો પર ઠેર ઠેર ઢોલ-નગારા અને સાઉન્ડ સિસ્ટમ સાથે ગણેશ વિસર્જન કરવા જતા લોકો નજરે પડે છે.
શહેરના સાબરમતી નદીના રિવરફ્રન્ટ પાસે તૈયાર કરાયેલા કુંડ અને ચોતરફ વિસ્તરેલા અમદાવાદના ગામો તળાવોમાં પણ લોકો ગણપતિનું વિસર્જન કરી રહ્યા છે.


(તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ)