સૂરત: CM રૂપાણી દ્વારા THR પ્લાન્ટ શરું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુરતની સુમૂલ ડેરી દ્વારા રૂ.પપ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પોષક આહાર ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યુ હતું.

આ પ્રસંગે વિજય રૂપાણીએ  જણાવ્યું કે, કુપોષણ સમાજનું કલંક છે અને ગુજરાતે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોષણક્ષમ ભારતના નિર્માણ માટે રાજ્યમાંથી કુપોષણને નેસ્તનાબૂદ કરવાનો જંગ દૂધ સહકારી સંઘો, કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના સહયોગથી ઉપાડયો છે.

સુરતની સૂમૂલ ડેરીએ રૂ. પપ કરોડના ખર્ચે ટેક હોમ રેશન પ્લાન્ટથી પોષણયુકત આહાર પ્રોસેસ કરીને આંગણવાડીઓ, સગર્ભા-ધાત્રી માતાઓને પહોચાડવાનો જે સંકલ્પ કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]