નવી દિલ્હીઃ ફ્રાંસના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોન અને તેમના પત્ની ભારતની મુલાકાતે આવ્યાં છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનું સ્વાગત કર્યું હતું. સાથે જ ફ્રાન્સના પ્રેસિડેન્ટ એમેન્યુઅલ મેક્રોન અને તેમના પત્નીએ રાજઘાટમાં મહાત્મા ગાંધીજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.