અમદાવાદ એરપોર્ટ જતી BRTS બસમાં આગ

અમદાવાદના રીચેસ્ટ પેસેન્જર ધરાવતી એરપોર્ટ જતી BRTSમાં એકાએક આગ લાગી હતી. કોઈ જાનહાનિ થઈ નથી. SG હાઈવે પરની કર્ણાવતી કલબથી સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી હવાઈ મુસાફરોને લઈ જતી 1000 નંબરની બસમાં કર્ણાવતી કલબ પાસેના સ્ટેન્ડ પર ઊભી હતી, ત્યારે એકાએક આગ લાગી હતી. ફાયરબ્રિગેડે આવીને આગને કાબુમાં લીધી હતી.