તાજમહલનો મિનારો, ગુંબજ જમીનદોસ્ત…

આગરામાં 11 એપ્રિલ, બુધવારે મધરાત બાદ ધૂળની ડમરી ઉડવા સાથે વીજળીના કડાકાભડાકા સાથે જોરદાર વરસાદ તૂટી પડતાં સુપ્રસિદ્ધ સ્મારક અને પ્રેમના પ્રતિક સમા તાજમહલના દક્ષિણ તરફના પ્રવેશદ્વારનો ગુંબજ અને મિનારો તૂટી પડ્યો હતો. તૂટી પડેલો મિનારો 12 ફૂટનો હતો અને ધાતુથી શણગારેલો હતો. દરવાઝા-એ-ખાસ તરીકે ઓળખાતા પ્રવેશદ્વારનો તે એક હિસ્સો હતો. આ એક દરવાજો છે જ્યાંથી મુગલકાળના વખતની ઈમારત તાજમહલની પહેલી ઝલક જોવા મળે છે. બુધવારે મધરાત બાદ કલાકના 130 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. એને કારણે મિનારો અને ગુંબજના ટૂકડેટૂકડા થઈ ગયા હતા.

વરસાદને કારણે તાજમહલની અંદર પાણી ભરાયાં