ચૂકાદાથી વાલીઓમાં અસંતોષ

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્કુલોની ફીને લઈને જે ચૂકાદો આપવામાં આવ્યો છે, તેને લઈને અમદાવાદની જુદી જુદી શાળાઓના વાલી મંડળો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાલી મંડળોનું કહેવું છે કે કહેવું છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ચૂકાદો આપવામાં આવ્યો છે તે અસ્પષ્ટ છે. આ ચૂકાદામાં શાળા સંચાલકોને સમય આપી છટકબારી કરવાનો મોકો મળી ગયો હોય તેવું જણાય છે. તો આ સિવાય ફીના માળખા અંગે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના વિરોધમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે વાલી મંડળો અને પેરેન્ટ્સ એકતા મંચ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.