ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અંબાજી દર્શને

અંબાજીઃ ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપની સરકાર બની છે.  ત્યારે પ્રધાનોની નવા પ્રધાન મંડળમાં સમાવેશ કરાયા બાદ ખાતાઓની ફાળવણી પૂર્વે પ્રધાનો દેવદર્શને પહોંચી રહ્યા છે. યાત્રાધામ અંબાજી ખાતે સતત બે દિવસથી નવનિયુક્ત પ્રધાનો પહોંચી રહ્યા છે ને માં અંબાને નતમસ્તક થઇ રહ્યા છે. આજે પણ રાજ્યનાં કેબીનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા માં અંબાના દરબારમાં અંબાજી પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ખેસ પહેરાવીને બ્રાહ્મણોનાં મંત્રોચ્ચાર દ્વારા સ્વાગત કરાયું હતુ. ત્યાર બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમા માં અંબાના નીજ મંદિરમાં દર્શને પહોંચ્યા હતા, જ્યાં પૂજારી દ્વારા પૂજાવિધિ કરાવી માતાજીની પાવડી મુકીને ચુંદડી ઓઢાડી આશિર્વાદ આપ્યા હતા. (તસ્વીર- ચિરાગ અગ્રવાલ)