આ જીતનો જશ્ન તો શરુઆત છે…

જયપુર– રાજસ્થાન કોંગ્રેસ માટે ગઇકાલની પેટાચૂંટણીએ જશ્નનો માહોલ ખડો કર્યો છે. હોળીના તહેવારને ઘણીવાર હોવા છતાં પોતાની જીતના પ્રસંગે રાજસ્થાન કોંગ્રેસ ધમાકાભેર ઉજવણી કરી લીધી હતી. લોકસભા પેટાચૂંટણીમાં અજમેર, અલવર અને મંડાલગઢ વિધાનસભા બેઠક કોંગ્રેસ જીતી લેતાં કાર્યકરો અને નેતાઓનો ઉત્સાહ સમાતો ન હતો. રંગોની છોળ ઉડાડી અને મોં મીઠું કરવી સચીન પાયલોટે આ ઉજવણીમાં ભાગ લીધો હતો. રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી ઢૂકડી છે ત્યારે શાસક ભાજપ સામે જીતેલી આ ત્રણ બેઠક કોંગ્રેસમાં નવસર્જનની ભૂમિકા ખડી કરી રહી છે તેનો અદકેરો આનંદ આ તસવીરોમાં વ્યક્ત થઇ રહ્યો છે.