સીએમ રુપાણીની મિલકત જાહેર

રાજકોટમાં સીએમ રુપાણીએ ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે વિધાનસભા ચૂંટણી ઉમેદવારી નોંધાવી હતી.  રાજકોટ પશ્ચિમની બેઠક પરથી નામાંકનપત્ર ભરવા માટે મોટા જલસાની જેમ યોજાયેલા કાર્યક્રમમાં રુપાણી સ્કૂટર પર નીકળ્યાં હતાં અને રાજકોટના વિવિધ સંપ્રદાયોના મંદિરોમાં દર્શન કરતાં કરતાં આગળ વધ્યાં હતાં. સાથે તેમનાં ધર્મપત્ની પણ હતાં.

જિલ્લા કચેરીએ ફોર્મ ભરતાં વિવિધ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યપ્રધાનની મિલકતની માહિતી પણ આપવામાં આવી હતી.

ફોર્મમાં દર્શાવાયાં પ્રમાણે સીએમ રુપાણી પાસે 3 કરોડ 45 લાખ 23 હજાર 355 રુપિયાની અને તેમનાં પત્ની અંજલિ રુપાણી પાસે કુલ 1 કરોડ 97 લાખ 84 હજાર 690 રુપિયાની મિલકત છે. તેમની પાસે ખેતીની જમીન નથી કે તેમની સામે કોઇ ક્રિમિનલ કેસ નોંધાયો નથી.