ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની આજે નેશનલ ડિફેન્સ કોલેજના અને ગુજરાતનો અભ્યાસ કરી રહેલા સુરક્ષા સેનાઓના 12 વરિષ્ઠ અધિકારીઓએ સૌજન્ય મુલાકાત લઈને ગુડ ગવર્નન્સ સર્વગ્રાહી વિકાસ તથા પારદર્શી પ્રશાસનની સિદ્ધિઓ વિષય પર રસપ્રદ પ્રશ્નોત્તરી કરી હતી. આ ડેલિગેશનમાં ભારતીય સેનાની જલ-વાયુ-થલ સેના તથા અર્ધલશ્કરી દળોના આલા અફસરો સાથે ઇઝરાયલ, યુગાન્ડા, શ્રીલંકા અને જાપાનના અફસરો પણ જોડાયા હતા. આ અફસરો નેશનલ સિકયુરિટી કોર્સ તહત ઇકોનોમીક સિકયુરિટીના અભ્યાસ પ્રવાસ અંતર્ગત રાજ્યની મુલાકાતે આવેલા છે.