સીએમે ચૂકવી 32 લાખની સહાયતા રાશિ

0
749

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણી દ્વારા અકસ્માતગ્રસ્તોને વળતરની રકમ ચૂકવાઇ હતી. સાબરકાંઠાના  આદિજાતિ વિસ્તાર વિજયનગરમાં ટ્રક અને જીપ વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા 8  આદિજાતિ ગરીબ ગ્રામીણ વ્યક્તિઓના પ્રત્યેકના વારસદારોને મુખ્યપ્રધાન રાહતનિધિમાંથી 4 લાખ રુપિયાની સહાય આપવામાં આવી હતી.  કુલ 32 લાખની સહાય અકસ્માત મૃતકોના વારસદારોને અર્પણ કરી હતી..