‘ઈસરો’ દ્વારા ક્રૂ મોડ્યૂલનું સફળ પરીક્ષણ…

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ 5 જુલાઈ, ગુરુવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેના લોન્ચ પેડ પરથી ક્રૂ એસ્કેપ સિસ્ટમ (CES)ને અવકાશમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું અને CESના એક હિસ્સા એવું ક્રૂ મોડ્યૂલ પેરેશૂટ્સ વડે ધરતી પર પાછું ઉતરી આવ્યું હતું. આ પરીક્ષણને લીધે અવકાશયાત્રીઓ હવે એમની સાથે સીઈએસ લઈ જશે. આ કેપ્સ્યૂલનો ઉપયોગ અવકાશયાત્રી સ્પેસમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના વખતે પોતાની સુરક્ષા માટે કરી શકશે.

CESના એક હિસ્સા એવું ક્રૂ મોડ્યૂલ પેરેશૂટ્સ વડે ધરતી પર પાછું ઉતરી રહ્યું છે.