લોકસભાની ચૂંટણીને લઈને આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, એલ.કે.અડવાણી, અરુણ જેટલી, અહેમદ પટેલ જેવા વીવીઆઈપી નેતાઓને કારણે ગુજરાતના મતદાન ઉપર સમગ્ર દેશની નજર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. મતદાન કરીને બહાર આવ્યા બાદ મોદીએ સૌને પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ મતદાન કર્યાં બાદ બહાર નીકળીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહની પૌત્રીને ચોકલેટ આપી હળવા મુડમાં જોવા મળ્યાં હતાં.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પરિવાર સાથે નારણપુરાની સંઘવી હાઈસ્કુલ ખાતેથી ખાતેથી મતદાન કર્યું હતું.
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના પત્ની અંજલીબહેન રૂપાણી સાથે રાજકોટ મતદાન ક્ષેત્ર ખાતે મતદાન કર્યુ હતું.
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ તેમના મતદાન ક્ષેત્ર ભાવનગર ખાતેથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ અમરેલીથી મતદાન કર્યું હતું.
રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા મતદાન કર્યું હતું. મતદાન કર્યાં બાદ મતદાન મથકની બહાર નીકળતા સમયે તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પગે લાગી આશીર્વાદ લીધા હતાં. વડીલોના આશીર્વાદ લેવા એ સંસ્કાર માની લલિત કગથરા વિજય રૂપાણીને પગે લાગ્યા હતાં.
માણાવદર વિધાનસભા બેઠક પર NCPના ઉમેદવાર રેશમા પટેલે જુનાગઢના ઝાંઝરડા ગામે મતદાન કર્યું હતું.
નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે તેમના પરિવાર સાથે સુરતના ભટાર રોડ સ્થિત ઉત્તર ગુજરાત બુનિયાદી શાળા ખાતે મતદાન કર્યું હતું.
સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના જરદોશે તેમના પરિવાર સાથે મતદાન કર્યું.
બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ પરિવાર સાથે સુરતના માંડવી તાલુકાની સઠવાવ પ્રાથમિક શાળા ખાતે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો.
બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરીએ તેમના પત્ની સાથે વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલય ખાતેથી મતદાન કર્યુ.
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની પ્રીતિ અદાણીએ અમદાવાદની મહમદપુરા પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યુ.
વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચોધરીએ કર્યુ મતદાન
રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિમલ નથવાણીએ જામખંભાળીયા તાલુકા પંચાયત ઓફિસ મતદાન મથક ખાતેથી મતદાન કર્યુ.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે અંકલેશ્વર નજીકના પિરામણ ગામેથી મતદાન કર્યુ
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વિરમગામમાં મતાધિકારનો ઉપયોગ કર્યો
રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીએ ગાંધીનગર સેક્ટર 20 પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યુ.
કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ પોરબંદર ખાતેથી મતદાન કર્યુ.
ભારતીય ક્રિકેટર અને ચૂંટણી પંચના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પુજારાએ તેમના પરિવાર સાથે મતદાન કર્યુ.
ભાજપના નેતા અને ગાંધીનગરના સાંસદ એલ.કે. અડવાણીએ અમદાવાદના શાહપુર ખાતેથી કર્યુ મતદાન
કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીએ અમદાવાદની ચીમનભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ખાતેથી કર્યુ મતદાન
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. એમણે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ હોય એમણે પણ મતદાન તો કરવું જ જોઈએ. મતદાનથી વધુ પવિત્ર બીજું કોઈ કામ નથી.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલે રાજકોટથી મતદાન કર્યુ.
ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પરિવાર સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારના બોપલના બૂથ નં-૧૯૧ શિવઆશિષ સ્કુલ ખાતે મતદાન કર્યું.