વડા પ્રધાન મોદીએ અમદાવાદમાં મતદાન કર્યું…

0
2406
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 એપ્રિલ, મંગળવારે અમદાવાદના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં જઈને મતદાન કર્યું હતું. એ વખતે સ્કૂલ ખાતે ભાજપપ્રમુખ અમિત શાહ પણ ઉપસ્થિત હતા. મોદીએ અમિત શાહની પૌત્રીને તેડીને રમાડી હતી. મતદાન કરીને બહાર આવ્યા બાદ મોદીએ સૌને પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવ્યું હતું. લોકસભાની ચૂંટણીના ત્રીજા રાઉન્ડ માટે ગુજરાતમાં એક જ દિવસમાં 26 બેઠકો માટે મતદાન યોજાયું છે.