GalleryEvents બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં કોર્ટના ચુકાદાથી ભાજપ, હિન્દુવાદી સંગઠનોમાં આનંદ… September 30, 2020 ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર 15મી સદીમાં બાંધવામાં આવેલી બાબરી મસ્જિદને 1992ની 6 ડિસેમ્બરે તોડી પાડવામાં આવી હતી. તે કેસના 32 આરોપીઓને 30 સપ્ટેમ્બર, બુધવારે લખનઉમાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. આ આરોપીઓમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો ઉમા ભારતી અને મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણસિંહનો સમાવેશ થાય છે. ચુકાદાને પગલે કર્ણાટકના ચિકમગલૂરમાં ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા હતા એની તસવીર. નવી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને લાલકૃષ્ણ અડવાણી અને એમના પુત્રી પ્રતિભા. 32 આરોપીઓમાંના એક સાક્ષી મહારાજ લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે 32 આરોપીઓમાંના એક ધાર્મિક નેતા ધરમ દાસ લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે લખનઉમાં ખુશી વ્યક્ત કરતા ભાજપના કાર્યકર્તાઓ 32 આરોપીઓમાંના એક રામવિલાસ વેદાંતી (ડાબેથી બીજા) લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે આરોપીઓના વકીલ વિમલકુમાર શ્રીવાસ્તવ ચુકાદા બાદ જીતની નિશાની બતાવે છે 32 આરોપીઓમાંના એક સાધ્વી ઋતંભરા લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે 32 આરોપીઓમાંના એક જય ભગવાન ગોયલ લખનઉ કોર્ટમાંથી રવાના થતી વખતે નવી દિલ્હીમાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોકકુમાર (ડાબે)ને મિઠાઈ ખવડાવતા સહયોગી મુરલી મનોહર જોશીને મિઠાઈ ખવડાવતા વકીલ ચુકાદા બાદ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદની બહાર કડક સુરક્ષા જાપ્તો અયોધ્યામાં બાબરી મસ્જિદની ફાઈલ તસવીર