અમિત શાહ ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સરહદે…

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 8 માર્ચ, મંગળવારે ત્રિપુરા રાજ્યની મુલાકાત લીધી હતી. તેઓ રાજ્યના કથલચરી બોર્ડર આઉટ પોસ્ટ ખાતે ગયા હતા અને ભારત-બાંગ્લાદેશ સરહદ પર ભારત સરકાર દ્વારા બાંધવામાં આવી રહેલી વાડ (સિંગર રો ફેન્સિંગ) કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં એમણે લશ્કરી તથા અન્ય અધિકારીઓ સાથે સરહદ પર સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરી હતી. એમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન બિપ્લવ કુમાર દેવ પણ હતા.

અમિત શાહે તે પહેલાં સવારે, ત્રિપુરાના પાટનગર અગરતલાથી 60 કિ.મી. દૂર આવેલા ઉદયપુરના સુપ્રસિદ્ધ શક્તિ પીઠ માં ત્રિપુરાસુંદરી મંદિરમાં જઈને દર્શન કર્યા હતા, મંદિરમાં 20 કિ.ગ્રા. ચાંદી અને બર્મીઝ ટીક લાકડાથી બનાવેલા દરવાજાનું લોકાર્પણ કર્યું હતું અને ત્રિપુરાની જનતાની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

(તસવીર સૌજન્યઃ અમિત શાહ ટ્વિટર)