અમદાવાદીઓએ ઉત્સાહ-ઉમંગપૂર્વક માણ્યો ‘મતદાન ઉત્સવ’…

182-બેઠકોની નવી ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી માટે 5 ડિસેમ્બર, સોમવારે બીજા અને આખરી તબક્કાનું મતદાન યોજવામાં આવ્યું છે. સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા મતદાન માટે યુવા તથા વૃદ્ધજનો સહિતના મતદારોમાં સારો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. શારીરિક રીતે અક્ષમ કેટલાક લોકો વ્હીલચેર અવસ્થામાં કે વોકરની મદદથી મતદાન કરવા પોલિંગ બૂથ ખાતે પહોંચ્યાં હતાં અને પોતાનો લોકતાંત્રિક અધિકાર પ્રાપ્ત કર્યો હતો. મતાધિકાર હાંસલ કરવામાં સામાન્ય મતદારોની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ જોડાયા હતા.

વડા પ્રધાન મોદીએ રાણીપ વિસ્તારની નિશાન પબ્લિક સ્કૂલમાં જઈને પોતાનો મતાધિકાર પ્રાપ્ત કર્યો હતો.

મત આપીને બહાર આવ્યા બાદ એમણે ત્યાં મોટી સંખ્યામાં હાજર લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.

અમિત શાહે નારણપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ સબ-ઝોનલ કચેરીમાં જઈને મતદાન કર્યું હતું. એમણે પણ મત આપ્યા બાદ ત્યાં હાજર લોકોનું અભિવાદન સ્વીકાર્યુ હતું.

(પ્રજ્ઞેશ વ્યાસ)