GalleryEvents અમદાવાદઃ મહિલા કેદીઓનાં જીવનમાં સકારાત્મક પરિવર્તનનો પ્રયાસ… August 10, 2018 અમદાવાદ મધ્યસ્થ જેલમાં કારાવાસ ભોગવી રહેલી મહિલાઓનાં જીવનમાં જુદી જુદી સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પરિવર્તન આવે એવા પ્રયાસો સતત થતા હોય છે. તાજેતરમાં જ મહિલા કેદીઓ પોતાની આગવી શૈલીથી સુંદર ચિત્રો દોરી સમાજ સમક્ષ પોતાની અલગ જ આવડત પ્રસ્તુત કરે એવો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ માટે અખિલ ગુજરાતી રાજસ્થાની લોક સંગીત સાંસ્કૃતિક પ્રતિસ્થાન પુણે અમદાવાદ દ્વારા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા સન્માનિત કલાકાર હિરલ અમરભાઈ શાહને વિશેષ નિમંત્રણ આપીને સુધાર ગૃહ વિભાગના તુષાર ત્રિવેદી અખિલ ગુજરાતી રાજસ્થાની લોક સંગીત સાંસ્કૃતિક પ્રતિસ્થાન પુણે અમદાવાદ દ્વારા નિમંત્રણ આપ્યું હતું , સુધાર ગૃહની મહિલાઓનાં વિકાસ માટે આ એક દિવસીય શિબિર દરમિયાન કુલ પાંચ મહિલાઓએ હિરલબેન શાહનાં માર્ગદર્શન હેઠળ સમાજમાં એક સારો સંદેશ તેમજ પોતાની કળાની સુંદર પ્રસ્તુતિ થઇ શકે એ હેતુથી વિવિધ ચિત્રો બનાવ્યાં હતાં. ગુજરાત સરકાર સુધાર ગૃહ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ મોહન ઝાની વિશેષ અનુમતિથી રાજ્યની ચાર મધ્યસ્થ જેલમાં ચિત્રકામ શિબિર તથા કરાઓકે ગાયન પ્રશિક્ષણ તુષાર ત્રિવેદી દ્વારા યોજવામાં આવશે. અમદાવાદ શહેરમાં આવેલી આ વિશાળ મધ્યસ્થ જેલના મહિલા કેદીઓ જુદી જુદી પ્રવૃત્તિ વ્યસ્ત રહી રચનાત્મક કાર્યો કરે એ હેતુથી યોજાયેલી ચિત્રકામ શિબિર યોજવામાં આવી હતી. આ સાથે મહિલાઓ એ પોતાની સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવાની તકની માંગ કરી છે. મહિલાઓ વ્યસ્ત રહે, એમનું પુનઃવસન થાય એ ખૂબ જ જરૂરી હોય છે, એમ તુષાર ત્રિવેદીએ આ અવસર પર જણાવ્યું હતું. રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ મોહન ઝા સાહેબ દ્વારા લેવાયેલ શિસ્તબદ્ધ પગલાની પ્રશંસા સુધાર ગૃહની મહિલાઓએ કરી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)