કોંગ્રેસ ધુરંધરોએ કર્યું મતદાન

ભરુચ-પોરબંદરઃ આજે ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાન થયું છે. રાજકીય પક્ષોના અગ્રણીઓ પણ પોતાના મતવિસ્તારમાં મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પક્ષના ખજાનચી અહેમદ પટેલ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પણ સવારમાં જ વહેલાંવહેલાં મતદાન કરી લીધું હતું. મતદાન સમયની તેમની તસવીરોમાં તેઓ આશ્વસ્ત જણાઇ રહ્યાં છે કે તેમનો પક્ષ સરકાર બનાવશે. અહેમદ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનો પક્ષ 110 બેઠકો મેળવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]