મુંબઈ: 13 ડિસેમ્બરે એટલે કે ગત રોજ શુક્રવારે રાત્રે રાજ કપૂરની 100મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ અને આખો કપૂર પરિવાર ઉજવણી કરવા માટે એકસાથે આવ્યો હતો. એક ભવ્ય સમારોહમાં ભારતીય સિનેમામાં રાજ કપૂરના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ સમારોહ સિતારાઓના ઝગમગાટ ભરેલો હતો.
આ ભવ્ય સમારોહમાં આખો કપૂર પરિવાર એકત્ર થયો હતો. રાજ કપૂરના વારસાને યાદ કરતાં રણબીર કપૂર, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની અને આલિયા ભટ્ટ સહિત પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. આ ફંક્શનમાં ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ ફેમસ ચહેરાઓ હાજર રહ્યા હતા.
(તમામ તસવીરો: દીપક ધૂરી)
