આજે મંગળવારથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી 10 દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે. 10 દિવસ દરમિયાન રાજ્યભરના મંદિરોમાં ગણપતિ દાદાની વિશેષ આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. તો રાજ્યભરમાં ઠેક- ઠેકાણે ગણપતિ દાદાનું સ્થાપન કરાશે. આ વખતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર મંદિરને ફુલહાર તેમજ રોશનીના શણગાર કરવામાં આવ્યા છે. ગણેશોત્સવની શરૂઆતનો પ્રથમ દિવસ ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થી.. વહેલી સવારથી જ શહેરના માર્ગો પર નાની મોટી મૂર્તિઓને ઘર કે પંડાલ તરફ લઈ જતાં વિઘ્નહર્તાના શ્રધ્ધાળુઓ જોવા મળ્યા.
પ્રજ્ઞેશ વ્યાસ