ભારતમાં લોન્ચ થઈ નવી ઈલેક્ટ્રિક સાઈકલ ‘લેક્ટ્રો’…

હિરો સાઈકલ્સ કંપનીએ જાપાનની યામાહા મોટર કંપનીના સહયોગમાં 17 સપ્ટેંબર, મંગળવારે નવી દિલ્હીમાં ઈ-સાઈકલ 'લેક્ટ્રો EHX20' લોન્ચ કરી છે. આ ભારતની સૌપ્રથમ મોટર ઈલેક્ટ્રિક સાઈકલ છે.


આ સાઈકલમાં પાવરફુલ બ્રેકિંગ સિસ્ટમ છે. તે 3.5 કલાકના ચાર્જિંગમાં 60-70 કિ.મી.નું અંતર કવર કરી શકે છે. આમાં ડીટેચેબલ બેટરી છે. બેટરીનું વજન બે કિલોગ્રામ કરતા પણ ઓછું છે અને તે માત્ર 3-5 કલાકમાં ચાર્જ થઈ જાય છે. સાઈકલના આગળના ભાગમાં હાઈડ્રોલિક સસ્પેન્શન છે.


એક યુવક પરફોર્મર લેક્ટ્રો સાઈકલ પર પોતાનો કરતબ બતાવે છે


'લેક્ટ્રો EHX20'ની મોટર યામાહા પાસેથી આયાત કરવામાં આવી છે. આ ઈ-સાઈકલની કિંમત છે રૂ. 1 લાખ 30 હજાર.


હિરો સાઈકલ્સે યામાહાના જાપાનસ્થિત સ્માર્ટ પાવર વેહિકલ બિઝનેસ યુનિટ સાથે સહયોગ કર્યો છે અને ભારતમાં જ ઈ-બાઈકનું ઉત્પાદન કરવામાં આવશે


હિરો સાઈકલ્સનો દાવો છે કે તે 2023ની સાલ સુધીમાં ભારતમાં બે કરોડ ઈ-બાઈસિકલ્સ વેચશે અને એમાં 10 ટકા હિસ્સો ઈલેક્ટ્રિક બાઈસિકલ્સનો હશે.