સની દેઓલ, કરણ, સહરે કર્યો ‘પલ પલ દિલ કે પાસ’નો પ્રચાર…

બોલીવૂડ એક્ટર સની દેઓલે એમની આગામી હિન્દી ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ' ફિલ્મના પ્રચાર માટે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. એમની સાથે એમનો પુત્ર કરણ અને અભિનેત્રી સહર બામ્બા પણ હતાં. કરણ અને સહર આ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરશે. ફિલ્મ 20 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.