સશસ્ત્ર દળોને બિરદાવતાં હેમા માલિની…

ભારતીય સેનાનાં જવાનોની નિષ્ઠા અને બહાદુરીને બિરદાવવા માટે અથર્વ ફાઉન્ડેશન નામની બિનસરકારી સંસ્થા ‘વન ફોર ઓલ, ઓલ ફોર વન’ નામના કાર્યક્રમનું આયોજન કરવાની છે. એની જાહેરાત 29 નવેમ્બર, બુધવારે મુંબઈમાં પત્રકાર પરિષદમાં કરવામાં આવી હતી. એ પ્રસંગે પીઢ બોલીવૂડ અભિનેત્રી તથા ભાજપનાં સંસદસભ્ય હેમા માલિની અને ફિલ્મનિર્માતા મધુર ભંડારકર પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમની પરિકલ્પના ભાજપના નેતા સુનીલ રાણેની છે જેઓ અથર્વ ફાઉન્ડેશન સંસ્થાના ચેરમેન છે. રાણેએ કહ્યું કે, 2018ની 31 જાન્યુઆરીએ વરલીના એનએસસીઆઈ ખાતે યોજાનાર ‘વન ફોર ઓલ, ઓલ ફોર વન’ કાર્યક્રમના આયોજનનો હેતુ આપણા દેશના સશસ્ત્ર જવાનો પ્રતિ આદર પ્રદર્શિત કરવાનો છે. એ કાર્યક્રમમાં સૈનિકોનાં 5000 જેટલા પરિવારજનો સહિત 25 હજાર લોકો હાજર રહે એવી ધારણા છે. (તસવીરોઃ દીપક ધુરી)