મોરબી મચ્છુ ડેમ દુર્ઘટનાઃ પીએમ મોદીના ઉલ્લેખવાળી ‘ચિત્રલેખા’ની કવર સ્ટોરી શું હતી…

અમદાવાદ – મોરબીનો ‘મચ્છુ-2’ ડેમ તારીખ 11 ઓગસ્ટ, 1979ના રોજ તૂટ્યો હતો. એ હોનારતમાં હજારો લોકોના મોત થયા હતા. એ ગોઝારી ઘટનાનું કવરેજ ‘ચિત્રલેખા’ મેગેઝિને ખૂબ જ ઝીણવટથી કર્યું હતું અને હકીકતો અને ઘટનાનું તાદ્રશ ચિત્ર પ્રજાજન સુધી પહોંચાડ્યું હતું. ‘ચિત્રલેખા’એ 27 ઓગસ્ટ, 1979ના રોજના અંકમાં ‘મોરબીનું જળતાંડવ- ગંધાતી પશુતા મહેકતી માનવતા’ના ટાઈટલ સાથે કવર સ્ટોરી કરી હતી.

આજે આ વાત એટલા માટે લખી રહ્યા છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરવા આવ્યા હતા. આજની પહેલી જાહેરસભા મોરબીમાં હતી, ત્યાં તેમણે મોરબીમાં સર્જાયેલ હોનારતને યાદ કરી હતી. અને ‘ચિત્રલેખા’ના કવરપેજને યાદ કરીને ટાઈટલ સાથે બોલ્યા હતા. પીએમ મોદીએ પોતાના વ્યક્તવ્યમાં ત્રણ વખત ‘ચિત્રલેખા’ના નામનો ઉલ્લેખ કર્યો હતો. ‘ચિત્રલેખા’માં મોરબીના મચ્છુ ડેમ હોનારતની શું હતી કવર સ્ટોરી… આપને પણ આ સવાલ થયો હશે… તો આ સવાલનો જવાબ મળે તે માટે અમે એ કવર સ્ટોરીની પીડીએફ ફાઈલ અહીં મૂકી રહ્યા છીએ… ક્લિક કરો… https://chitralekha.com/chitramorbi.pdf